Vivo Y400 Pro Review in Gujarati | નવો Vivo ફોન ફિચર્સ સાથે.



Vivo અને તેની Y series નવો સ્માર્ટફોન Vivo Y400 5G ભારતમાં 27 જૂનના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. Vivo Y400 તેની Y શ્રેણીનો શ્રેષ્ઠ સ્માર્ટફોન ગણવામાં આવે છે. આ ફોનમાં નવા ફીચર્સ, કેમેરા અને મોટી બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.Vivoના સ્માર્ટફોન ખાસ કરીને તેમના પ્રીમિયમ લુક માટે પ્રસિદ્ધ છે.

**Vivo Y400ની ડિસ્પ્લે અને કલર**
આ ફોનમાં 6.77 ઈંચની AMOLED ડિસ્પ્લે છે જે 4500 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. આ ફોનમાં 120Hz સ્ક્રીન રિફ્રેશ રેટ જોવા મળે છે,

 જેમાં સ્મૂથ એનિમેશનથી લઈને વિડિઓ પ્લે બેક સારું જોવા મળે છે. Y400 પ્રોમાં ફ્રીસ્ટાઈલ વ્હાઇટ, ફેસ્ટિવલ ગોલ્ડ, અને નેબ્યુલા પર્પલ કલર જોવા મળે છે.

**કેમેરો**
આ ફોનમાં 50MPનું બેક કેમેરા અને 32MPનું ફ્રન્ટ કેમેરા જોવા મળે છે. વિવો Y400 પ્રોના કેમેરા કામ માટે પરફેક્ટ છે, સાથે ફોટો એડિટિંગ માટે AI ફીચર પણ શ્રેષ્ઠ છે. સેલ્ફી લવર્સ માટે આગળનું 32MPનું ફ્રન્ટ કેમેરા શ્રેષ્ઠ ફોટો ક્લિક કરી આપે છે.

**બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ:**

Vivo Y400માં 5500mAhની Li-ion બેટરી જોવા મળે છે, જેનાથી તમે આરામથી એક દિવસ ફોન 1 વાર ચાર્જ કરીને ઉપયોગ કરી શકો છો. જેને ચાર્જ કરવા માટે 90Wનું ફાસ્ટ ચાર્જિંગ આવે છે, જે 0-85% 30 મિનિટમાં કરી આપે છે. જે આ ફોનને ફાસ્ટ અને શ્રેષ્ઠ બનાવે છે.

પર્ફોર્મન્સ:
આ ફોનમાં મિડિયાટેક ડિમેન્સિટી 7300 નું ચિપસેટ જોવા મળે છે અને CPU ઓક્ટા-કોર (4x2.5 GHz કોર્ટેક્સ-A78 & 4x2.0 GHz કોર્ટેક્સ-A55) GPU માલી-G615 MC2 જોવા મળે છે જે ફોનને સુપર ફાસ્ટ બનાવે છે. જેના કારણે આ ફોનમાં તમે ગેમિંગ પણ કરી શકો છો.

 સામાન્ય કાર્ય માટે આ ફોન તમે લેતા હોય તો આ ફોન તમારા માટે શ્રેષ્ઠ બની શકે છે કારણ કે આ ફોનનો પ્રોસેસર આ બધા કાર્ય આરામથી કરી શકે છે, કોઈપણ લોડ વગર તમે તમારું કામ કરી શકો છો.

ફોનની સુરક્ષા:

Vivo Y400pro માં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ અને ફેસ લૉકની સિસ્ટમ જોવા મળે છે જે ફોનને ખોલવામાં સરળ અને ફોનની સુરક્ષા માટે જરૂરી બને છે.

ફોનની ખાસ વાતો:

Vivo Y400pro  હાલમાંના લેટેસ્ટ ફીચર્સ સાથે આવે છે, તે 5G + 5G ડ્યુઅલ સિમ ડ્યુઅલ સ્ટેન્ડબાય 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. 

આ ફોનમાં એન્ડ્રોઇડ 15 જોવા મળે છે અને 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આ ફોન જોવા મળે છે. Y400 પ્રોમાં વાઈ-ફાઈ 2.4 GHz, 5 GHz, બ્લૂટૂથ 5.4 અને USB 2.0 નો સપોર્ટ જોવા મળે છે.

ભાવ:
આ ફોન એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ વેબસાઇટ પર મળે છે. આ ફોનના ભાવની વાત કરીએ તો

8/128 = 24,999

8/256 = 26,999

સુધી જોવા મળે છે. બેંક ઓફર્સ, તહેવારો હોય ત્યારે ભાવમાં ફેરફાર જોવા મળે છે. HDFC, SBI, અને AU ના ક્રેડિટ કાર્ડ પર કેશબેકની ઓફર જોવા મળી શકે છે.વિવો Y400 પ્રો:

જો તમને આ ફોન કેમેરા માટે લેવું જોઈએ તો આ ફોન તમારા માટે એક સારું વિકલ્પ બની શકે છે. જો તમે કોઈ ટ્રસ્ટેડ બ્રાન્ડ અને મધ્યમ શ્રેણીના ફોનમાં 30kમાં કોઈ ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ ફોન તમારા માટે પરફેક્ટ છે. આ ફોનમાં અનેક ફીચર્સ જોવા મળે છે.

ડિસ્ક્લેમર:
આ ફોનની તમામ માહિતી વિવોની ઓફિશિયલ વેબસાઇટમાંથી લેવામાં આવી છે. આ ફોનની કિંમત સમયના સાથે બદલાતી રહે છે.


Post a Comment

0 Comments