Hyundai Alcazar – એક ફેમિલી માટે પરફેક્ટ SUV


 Hyundai એ તેની નવી કાર Hyundai Alcazar  લોન્ચ કરી છે, જે ઘણા બધા ફીચર્સ સાથે આવે છે. જેમાં નવી ફીચર્સ, ડિઝાઇન અને સ્ટાઈલ સાથે આવે છે.


અલ્કઝાર શું છે?
Hyundai Alcazar  એક મિડ-સાઇઝ SUV છે. SUV નો અર્થ થાય છે કે વિશાળ અને વચરે લોકોને બેસાડી શકે. અલ્કઝાર ખાસ કરીને 6 અને 7 લોકો બેસી શકે.

 એવા માટે બનાવવામાં આવી છે, જ્યાં પરિવાર આરામથી મુસાફરી કરી શકે છે. આ SUV ક્રેટા કરતાં ઉપર અને ટુક્સન કરતાં નીચે જોવા મળે છે.

નવી સ્ટાઈલની સાથે આ અલ્કઝારમાં પેટ્રોલ માટે 1.5 લીટરનું ઈન્જિન જોવા મળે છે, જે સારું પિકઅપ આપે છે. અલ્કઝારનો માઇલેજ 15-20 કિલોમીટર પ્રતિ લીટર આવે છે, જે રીતે સારું માનવામાં આવે છે.

આકર્ષક લુક અને ડિઝાઇન:

આ કારની ડિઝાઇન ખૂબ જ અનોખી જોવા મળે છે, આગળની બોડી ગ્રિલ, શાર્પ લાઇટ્સ અને એલોય વ્હીલ્સ સાથે કાર ખૂબ જ દેખાવમાં પ્રીમિયમ લુક આપે છે. અંદરથી પણ કાર ખૂબ જ આરામદાયક અને સલામત છે.



ખાસ વાતો:
Hyundai Alcazar માં ઘણા ફીચર્સ જોવા મળે છે. તે કારમાં 10.25 ઇંચની ટચ ડિસ્પ્લે, રિયર AC વેન્ટ, પ્રીમિયમ સીટ, પેનોરામિક સનરૂફ, 360 રોટેટ કેમેરો, પુષ સ્ટાર્ટ બટન અને ક્રૂઝ કંટ્રોલ જોવા મળે છે, જે મુસાફરીને વધુ આરામદાયક અને આનંદદાયક બનાવે છે.

સુરક્ષા:
આ કારની સુરક્ષાની વાત કરીએ તો કારમાં 6 એરબેગ, ABS, EBD, હિલ સ્ટાર્ટ સહાય જેવી ઘણી સુરક્ષા સુવિધાઓ છે. જેથી જો મુસાફરી દરમ્યાન કોઈ દુર્ઘટના બને, તો તમારી આખી પરિવાર સુરક્ષિત રહી શકે છે.બેઠક વ્યવસ્થા અને જગ્યા

આ કારમાં 6 થી 7 લોકો બેસી શકે એટલી જગ્યા જોવા મળે છે. 6 બેઠકના મોડેલમાં સેન્ટર કન્સોલ સાથે બે અલગ સીટ આવે છે, જે વધુ આરામદાયક હોય છે. પાછળ પણ સારી જગ્યા છે અને લાગેજ માટે પણ બોટ સ્પેસ પૂરતું છે.

કિંમત:

Hyundai Alcazar ની કિંમત ₹16.77 લાખથી શરૂ થઈને ₹21.28 લાખ સુધી જોવા મળે છે, જે કારના ફીચર્સ અને વર્ઝનના આધારે બદલાતી રહે છે.

કોના માટે શ્રેષ્ઠ છે:
જે તમારી ફેમિલી મોટી છે અને તમને લાંબી ટ્રિપ કરવી છે, તે પણ આરામદાયક, તો તમે આ કાર સાથે જઈ શકો છો. આ કારમાં સારા એવા ફીચર્સ જોવા મળે છે 

જે આ કારને શ્રેષ્ઠ બનાવે છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઉપલબ્ધ છે. જો તમે આ કારને ડીઝલમાં લેવા જશો, તો પણ આ કારના ભાવમાં બદલાવ જોવા મળશે.

ડિસ્ક્લેમર:

આ કારની તમામ માહિતી અધિકૃત વેબસાઇટ્સ પરથી લેવામાં આવી છે.

Post a Comment

0 Comments