Oppo Reno 14 Vs Reno 14 Pro:કયો ફોન ખરીદવો વધુ સારો રહેશે?



Oppo Reno 14 અને 14 Pro ભારતમાં 3 જુલાઈના રોજ લોન્ચ થવા જઈ રહ્યા છે. આ બે સ્માર્ટફોન શ્રેષ્ઠ ફીચર્સ, કેમેરા અને પ્રોસેસર સાથે આવે છે. Oppo Reno 14 ભારતમાં 3 જુલાઈ 12 વાગ્યે લોન્ચ થશે.


Oppo Reno Series તેના કેમેરા માટે લોકપ્રિય છે અને આ વખતે Oppo Reno માં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે જેથી લોકોને ફોન ઉપયોગ કરવાનો અનુભવ સારું મળે. હવે Oppo Reno Series લોન્ચ કરવા માટે તૈયારીમાં છે. 

કંપનીએ આ ફોન માટે Google સાથે ભાગીદારી કરી છે અને Google નું AI જેમિની ફોનમાં ઉમેરવામાં આવ્યું છે.

Oppo Reno Series જુલાઈના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થશે. આ Series ઘણા રંગો જોવા મળશે પરંતુ ભારતમાં 2 જ રંગોમાં જ જોવા મળશે. ફોનને પ્રીમિયમ લુક આપવા માટે મેટલ ડિઝાઇન અને બેક સાઇડ 3D ડિઝાઇન જોવા મળશે.

Oppo Reno 14 Series

એવું કહેવામાં આવે છે કે આ ફોન 6.59 ઇંચ OLED સ્ક્રીન સાથે જોવા મળશે અને તેની 120Hz સ્ક્રીન રિફ્રેશ હોઈ શકે છે. આ Reno ફોનમાં MediaTek Dimensity 8350 નું પ્રોસેસર જોવા મળશે.

 તેમાં 6000mAh ની બેટરી સાથે 80W નું ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળશે જેના કારણે ફોન 0-80% 35-40 મિનિટમાં થઈ શકે છે.

Oppo Reno ના ફોન તેના કેમેરા માટે લોકપ્રિય છે અને આ Reno ફોનમાં પ્રાઇમરી કેમેરા 50MP નો Sony સેન્સર ઉપયોગમાં લેવામાં આવ્યો છે. જ્યારે અલ્ટ્રા વાઇડ લેન્સ 8MP, ટેલિફોટો 50MP અને સેલ્ફી કેમેરો 50MP નો જોવા મળશે. જે 3.5x ઝૂમ કરી શકે છે.

Oppo Reno 14 pro
આ ફોનની વાત કરીએ તો આ ફોન 6.83 ઇંચ અને 90Hz કે 120Hz નો સપોર્ટ જોવું મળે છે. આ ફોનમાં પ્રીમિયમ મેટિરિયલ અને IP66/IP68/IP69 પ્રોટેક્શન સાથે આવી શકે છે. .

તેમાં MediaTek Dimensity 8450 (એડવાન્સ ચિપ) આવી શકે છે. MediaTek Dimensity 8450માં વધુ જડપી કામ કરે છે અને મલ્ટિટાસ્કિંગથી લઈને ગેમિંગમાં પણ શ્રેષ્ઠ અનુભવ જોવા મળે છે.

Oppo Reno 14 pro ટ્રિપલ-ફ્લેશ સિસ્ટમ અને નાઈટ ફોટોગ્રાફી માટે અદ્યતન AI ફીચર સાથે આવે છે. આ ડિવાઇસમાં 6200 MAh ની બેટરી સાથે 80W નું ફાસ્ટ ચાર্জિંગ અને 50W નું વાયર્લેસ ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે. 

જે આજકાલના પ્રીમિયમ ડિવાઇસ માટે ઘણું ફાયદાકારક છે. રેનો 14/14 પ્રોમાં એન્ડ્રોઇડ 15, ઇન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર સાથે IP68 નું ડસ્ટ અને વોટર રેસિસ્ટન્ટ જોવા મળે છે.

આ ફોન 256GB સ્ટોરેજ અને 8GB RAM સાથે આવે છે જ્યારે Oppo 14pro 256GB સ્ટોરેજ અને 16GB RAM સાથે જોવા મળે છે. અને આ સ્ટોરેજ 1TB સુધી જોવા મળે છે.

Reno સિરિઝની અંદાજિત કિંમત
Oppo reno 14 =   39,999
Oppo Reno 14pro  = 52,999-54,999

આ અંદાજિત કિંમત છે. જો તમે કેમેરા માટે આ ફોન લેવા ઈચ્છતા હો તો Reno 14pro તમારા માટે એક સારું ઓપ્શન બની શકે છે.

Post a Comment

0 Comments