સેમસંગ હંમેશા ની જેમ પોતાની S સીરિઝમાં એક ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે નવાં સ્ટાઇલ ડિઝાઇન અને ફીચર્સ સાથે આવ્યો છે. આ ફોન પહેલા ના ફોન કરતા વધુ પાવરફુલ અને વધુ સુંદર છે.
જો તમે હવે કોઈ નવો સ્માર્ટફોન લેવા નો વિચારો છો અને તમારું બજેટ હાઈ રેન્જ ફોન લેવા નો નથી, તો આ ફોન તમારા માટે એક બેસ્ટ ફોન સાબિત થઈ શકે છે. ચાલો જઇને આ ફોન વિશે અને તમને આ ફોન શા માટે લેવું જોઈએ એ જુઓ.
ડિઝાઇન અને ડિસ્પ્લે:
S25+ ની ડિસ્પ્લે ખુદ પોર્ટેબલ અને પ્રીમિયમ લૂક આપે છે. ફોન ની ફ્રન્ટ સાઇડ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2, અને બેક ગ્લાસ બેક ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 એલ્યુમિનિયમ ફ્રેમ સાથે જોવા મળે છે. આ ફોનની ડિસ્પ્લે ની વાત કરીએ તો આ ફોન ડાયનામિક LTPO AMOLED જે 120Hz ની રિફ્રેશ સાથે આવે છે.
જેમાં 2600 નિટ્સ ની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. તેથી તમારું વિડીયો અને સ્ક્રોલિંગ સુપર સ્મૂથ જોવા મળશે. HDR10+ સપોર્ટ હોવાથી તમે હાઈ ક્વોલિટી વિડીયો ની મજા લઈ શકો છો.
પ્રોસેસર અને પરફોર્મન્સ:
સેમસંગ ગેલેક્સી S25+ માં સ્નેપડ્રેગન 8 એલાઇટ (3 nm) નું ચિપ સેટ જોવા મળે છે જે ફોનમાં ગેમિંગ થી લઈ ને હેવિ ટાસ્ક પણ આરામથી કરી શકો છો. આ ચિપ સેટ સ્નેપડ્રેગન નું લેટેસ્ટ પ્રોસેસર છે. જેના થી આ ફોન કોઈપણ લેગ કે હેંગ થવા ની શકયતા નથી.
આ ફોન 8/256 માં પણ ઉપલબ્ધ છે જેના થી તમે મલ્ટીટાસ્કિંગ પણ કરી શકો છો.
કેમેરા:
આ ફોનમાં મુખ્ય કેમેરો 200MP આપવો આવ્યો છે જે ખૂબ સરસ અને સ્પષ્ટ ફોટા આપે છે, સાથે જ 12MP નો અલ્ટ્રાવાઇડ કેમેરો અને 10MP નો ટેલી ફોટો લેન્સ પણ જોવા મળે છે.
ફ્રન્ટ કેમેરો 32MP નો સેલ્ફી કેમેરો આવ્યો છે જે સેલ્ફી માટે શ્રેષ્ઠ કહેવાય છે. આ ફોનના કેમેરાની ખાસ વાત એ છે કે નાઇટ ફોટોગ્રાફી અને ઓછી લાઇટમાં પણ સ્પષ્ટ, સરસ અને બ્રાઇટ ફોટા આવે છે.
બેટરી અને ચાર્જિંગ:
આ ફોનમાં 5000mAh ની મોટી બેટરી જોવા મળે છે જેથી તમારું આખું એક દિવસ આરામથી ચાલે શકે છે. અને હેવી યુઝમાં પણ દિવસ પૂરો થવા સુધી ચાલે શકે છે. S25+ 45W નું ફાસ્ટ ચાર્જિંગ, 15W વાયરલેસ (Qi2 રેડી) અને 4.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ જોવા મળે છે.
સુરક્ષા અને અન્ય ફીચર્સ:
S25+ માં ઇન-ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ, ફેસ લોક અને 5G ડ્યુઅલ સિમ, વાઇફાઇ-7 અને IP68 વોટર-ડસ્ટ રેઝિસ્ટન્ટ જેવી સુરક્ષા અને ફીચર્સ જોવા મળે છે.
સાથે આ ફોન લેટેસ્ટ વર્ઝન ONE UI 7 સાથે આવે છે જે ફોનને વધુ સલામત અને ઝડપી બનાવે છે.આ ફોન Icy Blue, Mint, Navy, Silver Shadow, Pink Gold, Coral Red, Blue Black કલરમાં જોવા મળે છે.
ભાવ:
Samsung Galaxy S25+ નો ભાવ ભારતમાં 95,000 રૂપિયાની આસપાસ જોવા મળી શકે છે. આ ફોન Flipkart, Amazon જેવા ઇ-કોમર્સ વેબસાઇટ પર જોવા મળે છે. આ ફોનનો ભાવ બેંક ઓફર મુજબ બદલાઈ શકે છે અને ક્રેડિટ કાર્ડ પર શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ જોવા મળે છે.સામસંગ:
જો તમે એક ટ્રસ્ટેડ બ્રાંડ સાથે જવા માંગો છો તો અને તમારું બજેટ હાઈ છે તો આ ફોન તમારા માટે એક સારું ઓપ્શન બની શકે છે. બેસ્ટ કેમેરા, બેટરી અને સુરક્ષા સાથે આવતું આ ફોન તમારા માટે કે બેસ્ટ ફોન સાબિત થઈ શકે છે.
ડિસ્ક્લેમર:
આ ફોનની બધી ડિટેઇલ્સ ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવાઈ છે.
0 Comments