iPhone 16 Plus – એક નજરે જાણો આ નવા iPhoneની સંપૂર્ણ વિગતો





Apple દર વર્ષે તેનું એક આઇફોન લાવે છે અને 2024 માં આઇફોન 16 Plus લોન્ચ કરવામાં આવ્યો હતો જે ફેચરથી લઈને સિક્યોરિટીમાં બધા ફોનથી આગળ છે. જ્યારે કોઈ પ્રીમિયમ ફોન લેવાની વાત આવે ત્યારે પહેલો વિચાર આઇફોનનો તો આવે જ છે. આઇફોન હાઈ રેન્જના ફોન બનાવે છે. આ એક સ્માર્ટફોન નથી, એ અનુભવ છે જે જીવનને વધુ સ્માર્ટ અને સરળ બનાવે છે.


ડિસ્પ્લે અને ડિઝાઇન:
એપલ આઇફોન 16 પ્લસની ડિઝાઇન ખૂબ જ પ્રીમિયમ લુક આપે છે. જેમાં ફ્રન્ટ અને બેક સાઇડ એલ્યુમિનિયમ ફ્રેમ સાથે આપવામાં આવે છે. 

આ ફોનની સાઇઝ 6.7 ઇંચની મોટી સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે જોવા મળે છે, જે 2778 x 1284 પિક્સલની રિઝોલ્યુશન સાથે આવે છે. આ ફોન 60Hzની સ્ક્રીન રિફ્રેશ રેટ જોવા મળે છે.


પરફોર્મન્સ અને ચિપ:

આઇફોન 16 પ્લસમાં આઇફોન શ્રેણીનું લેટેસ્ટ A18 બાયોનિક (3nm ટેક્નોલોજી) નો ઉપયોગ થાય છે જે સુપર ફાસ્ટની સાથે બેટરી ઈફિશિયન્સી પણ સુનિશ્ચિત કરે છે. 8 GB RAMની સાથે મલ્ટિટાસ્કિંગ પણ આરામથી કરી શકે છે. 

આ ફોનમાં હેવી વર્કથી લઈને ગેમિંગ પણ કરી શકાય છે, મોટાભાગના લોકો ગેમિંગ માટે આઇફોન જ લેતા હોય છે કેમ કે આઇફોનનું બાયોનિક ચિપસેટ ગેમને ખૂબ જ સ્મૂથ અને લગ ફ્રી બનાવી દે છે. આ આઇફોન iOS 18 સાથે આવે છે.

બેટરી અને ચાર્જિંગ:

16 પ્લસમાં 4700mAh ની મોટી બેટરી જોવા મળે છે. જેમાં તમને 27 કલાક સુધીનું વિડિયો પ્લેબેક અને 100+ કલાકનું ઓડિયો પ્લેબેક જોવા મળે છે. જો તમે હેવી યુઝ પણ કરો તો પણ 1 દિવસ સુધી તમે આરામથી બેટરી બેકઅપ મેળવી શકો છો.

આ ફોન 0 થી 50% 30 મિનિટમાં થઈ જાય છે. આઈફોન 16 પ્લસ યુએસબી સી ટાઈપ, મેગસેફ સપોર્ટ ચાર્જિંગ ટાઈપનો સપોર્ટ પણ જોવા મળે છે.



કેમેરા:

આ ફોનના કેમેરાની વાત જ અલગ છે, આઈફોન લોકો ખાસ કરીને કેમેરા માટે પણ લે છે. જ્યારે આ ફોનના કેમેરાની વાત કરીએ તો આઈફોન 16 પ્લસમાં મુખ્ય કેમેરા 48 એમપી, 12 એમપીનો અલ્ટ્રા વાઇડ અને સેલ્ફી કેમેરો 12 એમપીનો જોવા મળે છે.

ફીચર્સની વાત કરીએ તો નવો કેમેરા કૅપ્ચર બટન, નાઇટ મોડ, પોર્ટ્રેટ મોડ, એક્શન મોડ અને વિડિયો રેકોર્ડિંગ 4K 60 FPSમાં રેકોર્ડ કરી શકાય છે.


એપલ ઇન્ટેલિજન્સ:

એપલ ઇન્ટેલિજન્સ  iPhone 16 Plus માં જોવા મળે છે જેમાં વોઈસ અસિસ્ટન્ટ વધુ સ્માર્ટ બન્યું છે, writing suggestions આપે છે અને સિરિમાં પણ સુધારણા કરવામાં આવી છે, હવે તે વધુ ભાષાને સમજી શકે છે.


સિક્યોરિટી:
સિક્યોરિટીની વાત કરીએ તો iPhone 16 Plus માં ફેસ લોક આઈડીનો સપોર્ટ જોવા મળે છે. અને આઈફોન તો પહેલા થી જ સિક્યોરિટીમાં બીજી બ્રાન્ડથી આગળ છે.


નવા ફીચર્સ:
iPhone 16 Plus માં 5G કનેક્ટિવિટી, એક્શન બટન જે પહેલા માત્ર પ્રો મોડેલમાં જ જોવા મળતું, પરંતુ હવે પ્લસમાં પણ જોવા મળે છે. કેમેરા અને વિડિયો કંટ્રોલ બટન અને WIFI-7નો પણ સપોર્ટ જોવા મળે છે.


રંગ વિકલ્પ:
*બ્લેક

*વ્હાઇટ

*લાઇટ પિંક

*મિડનાઈટ બ્લૂ

*પીચ અને મિન્ટ લીલા રંગ

ભાવ:
 iPhone 16 Plus ઈ-કોમર્સ વેબસાઇટ જેમ કે ફ્લિપકાર્ટ, એમેઝોન પર ઉપલબ્ધ છે. હાલમાં  iPhone 16 Plus નો ભાવ ભારતમાં 81,000 ચાલે છે, આ ભાવ સ્ટોરેજ અને બેંક ઓફર્સમાં બદલાઈ શકે છે.


નિષ્કર્ષ:

 iPhone 16 Plus બેટરી, કેમેરા, લુક અને પરફોર્મન્સમાં મામલે એકદમ કમાલ છે.


Post a Comment

0 Comments