એપલ દર વર્ષે પોતાનો એક સ્માર્ટફોન લોન્ચ કરે છે અને આ વખતે iPhone 16 ને લઈને આવ્યા છે. જે ફક્ત ટેક્નોલોજી માટે નથી પરંતુ રોજિંદા જીવનના ઉપયોગ માટે પણ ખાસ અનુભવ આપે છે.
iPhone તેનો લુક અને કેમેરા માટે લોકપ્રિય છે. iPhone ઉચ્ચ શ્રેણીનો ફોન છે પરંતુ લોકોની પહેલી પસંદ iPhone જ બને છે. ચાલો જાણીએ હવે iPhone 16 ની કેશ ફીચર્સ.
ડિસ્પ્લે અને રંગ:
આ વખતે iPhone એક અલગ રંગ સાથે આવ્યો છે જેમ કે મિડનાઈટ બ્લુ અને સનસેટ પિંક સાથે ક્લાસિક બ્લેક અને સિલ્વર પણ છે. મેટ ફિનિશના કારણે ફિંગરપ્રિન્ટ માર્ક્સ ઓછા દેખાય છે.
ડિસ્પ્લે અને રંગ:
આ વખતે iPhone એક અલગ રંગ સાથે આવ્યો છે જેમ કે મિડનાઈટ બ્લુ અને સનસેટ પિંક સાથે ક્લાસિક બ્લેક અને સિલ્વર પણ છે. મેટ ફિનિશના કારણે ફિંગરપ્રિન્ટ માર્ક્સ ઓછા દેખાય છે.
iPhoneમાં સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે HDR10 અને Dolby Vision ટેકનોલોજી સાથે આવે છે. તેની બ્રાઈટનેસ 1000 nits (સામાન્ય) અને 2000 nits (HBM) સુધી પહોંચી શકે છે. ફોનનું સ્ક્રીન સાઈઝ 6.1 ઇંચ છે.
બેટરી અને પરફોર્મન્સ:
આ ફોનમાં A18 ચિપ જોવા મળે છે જે ખૂબ જ ફાસ્ટ છે, ભારે થી ભારે ગેમ પણ આરામથી ફોનમાં ચાલી શકે છે કોઈપણ લેગ વિના.
આ ચિપના સાથે 3561mAh ની મોટી બેટરી જોવા મળે છે જે આ ફોનને 1 દિવસ સુધી આરામથી ચલાવી શકે છે અને સાથે 25W સુધીનું ફાસ્ટ ચાર્જિંગનો પણ સપોર્ટ જોવા મળે છે.
કેમેરા અને વિડિયો ક્વોલિટી:
આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
મુખ્ય કેમેરા: 48 MP, f/1.6 એપરચર, 26mm (વાઈડ), 1/1.56" સેન્સર સાઇઝ, 1.0 µm પિક્સેલ સાઇઝ, ડ્યુઅલ પિક્સેલ PDAF અને સેન્સર-શિફ્ટ OIS સપોર્ટ સાથે.
કેમેરા અને વિડિયો ક્વોલિટી:
આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
મુખ્ય કેમેરા: 48 MP, f/1.6 એપરચર, 26mm (વાઈડ), 1/1.56" સેન્સર સાઇઝ, 1.0 µm પિક્સેલ સાઇઝ, ડ્યુઅલ પિક્સેલ PDAF અને સેન્સર-શિફ્ટ OIS સપોર્ટ સાથે.
અલ્ટ્રા-વાઈડ કેમેરા: 12 MP, f/2.2 એપરચર, 13mm, 120° વ્યૂ એંગલ, 0.7 µm પિક્સેલ સાઇઝ અને ડ્યુઅલ પિક્સેલ PDAF સપોર્ટ સાથે.
આ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ માટે ખૂબ જ અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે. તમે 4K રિઝોલ્યુશનમાં 24fps, 25fps, 30fps અને 60fps પર વિડિયો શૂટ કરી શકો છો.
ઉપરાંત, ફુલ HD (1080p) રેકોર્ડિંગ 25fps, 30fps, 60fps, 120fps અને 240fps પર પણ શક્ય છે, જે ખાસ કરીને સ્મૂથ સ્લો-મોશન શોટ્સ માટે ઉત્તમ છે.
વીડિયો ગુણવત્તાને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં HDR અને Dolby Vision HDR (60fps સુધી) સપોર્ટ આપવામાં આવ્યો છે. સાથે સાથે, સ્ટિરિયો સાઉન્ડ રેકોર્ડિંગની સુવિધા હોવાથી વિડિયોની ઑડિયો ક્વોલિટી પણ સ્પષ્ટ અને જીવંત મળે છે.
આવી સુવિધાઓને કારણે તમે પ્રોફેશનલ લેવલના વિડિયો તમારા ફોનથી જ બનાવી શકો છો.
મુખ્ય સ્પેસિફિકેશન્સ – iPhone 16
iPhone 16 નવું iOS 18 સાથે આવે છે અને તેમાં 5G ઇન્ટરનેટ સપોર્ટ મળે છે, જેથી હાઈ સ્પીડ નેટ બ્રાઉઝિંગ અને ડાઉનલોડ શક્ય બને.ફોનમાં 8GB RAM સાથે 128GB, 256GB અને 512GB એમ ત્રણ સ્ટોરેજ વિકલ્પ જોવા મળે છે.
ચાર્જિંગ બાબતે, આ ફોન 25W વાયર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેના દ્વારા માત્ર 30 મિનિટમાં 50% ચાર્જ થઈ શકે છે અને સંપૂર્ણ ચાર્જ થવામાં અંદાજે 1 કલાક 40 મિનિટનો સમય લાગે છે.
ઉપરાંત MagSafe વાયરલેસ ચાર્જિંગ (15W) અને Qi વાયરલેસ ચાર્જિંગ (7.5W)નું પણ સપોર્ટ મળે છે.
આ સ્પેસિફિકેશન્સને કારણે iPhone 16 માત્ર પરફોર્મન્સમાં જ નહીં, પરંતુ કનેક્ટિવિટી અને ચાર્જિંગ સ્પીડમાં પણ આગળ છે.
ખરીદવું જોઈએ કે નહીં:
જો તમે આ ફોન કેમેરા અને વિડિયો ગ્રાફી માટે લેવાનું વિચારી રહ્યા છો, તો આ ફોન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ભાવ અને ક્યાંથી ખરીદી શકાય:
Apple વેબસાઈટ પર મુજબ, iPhone 16 ની MRP (મૂળ કિંમત) નીચે પ્રમાણે છે:
128 GB: ₹79,900
256 GB: ₹89,900
512 GB: ₹109,900
આ ફોન તમે Apple ના ઓફિશિયલ સ્ટોર અને ઈ-કોમર્સ વેબસાઇટ જેમ કે ફ્લિપકાર્ટ અને એમેઝોનથી ખરીદી શકો છો.
આ ફોનની કિંમત ફેસ્ટિવલ અને બેંકમાં ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ જોવા મળી શકે છે.
નોંધ:
આ ફોનની બધી જ વિગતો અને માહિતી Apple ના ઓફિશિયલ વેબસાઇટ https://www.apple.com/in/ ને ધ્યાનમાં રાખી ને લેવામાં આવી છે.
0 Comments