OnePlus Nord 5 અને Nord CE : તારીખ, કિંમતો અને ઉપલબ્ધત ફીચર્સ

Oneplus Nord 5

OnePlus Nord 8 જુલાઈ 2025 ના રોજ તેના નવા 2 સ્માર્ટફોન OnePlus Nord 5 અને Nord CE લોન્ચ કરવા જઈ રહ્યો છે. OnePlus મધ્યમ શ્રેણીના સ્માર્ટફોન બનાવવામાં જાણીતો છે. OnePlus Nord 4 નું અપગ્રેડેડ વર્ઝન OnePlus Nord 5 કહી શકાય છે પણ આ વખતે સાથે OnePlus CE પણ આવશે. OnePlus ના સ્માર્ટફોન મધ્યમ શ્રેણી અને નવા ફીચર્સના કારણે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.
OnePlus Nord 5 સફેદ અને લીલા રંગમાં આવી શકે છે. કંપનીના X પોસ્ટના મુજબ OnePlus Nord 5 (8 જુલાઈ 2025) ના રોજ લોન્ચ થશે, ઇવેન્ટ પૂરો થયા પછી ફોનની પ્રી બુક શરૂ થવાની સંભાવના છે. OnePlus Nord 5 ની કિંમત અંદાજે 30,000 સુધી રહેવાની સંભાવના છે. OnePlus Nord 5 ની બોડી એલ્યુમિનિયમની અનોખી ડિઝાઇન સાથે આવી શકે છે. આ ફોનમાં એટલે કે OnePlus Nord 5 માં Snapdragon 8s Gen 3 પ્રોસેસર ચિપસેટ રહેશે અને Nord CEમાં ડાયમેન્સિટી 8350 પ્રોસેસર મળી શકે છે. ફોનની ડિસ્પ્લે 144 Hz હોવાની સંભાવના છે. OnePlus Nord 5 માં 7000-7500mAh ની બેટરી હોવાની સંભાવના છે અને 100W ની ફાસ્ટ ચાર્જિંગ આવી શકે છે. OnePlus Nord 5 માં 50MP સોની LYT-700 નો મુખ્ય કેમેરા હોઈ શકે છે. અને ફ્રન્ટ કેમેરા પણ 50MP JN5 નો રહેશે. આ ફોનમાં તમે ગેમિંગ પણ કરી શકો છો જેમાં તમને સારું અનુભવ જોવા મળશે કારણ કે Snapdragon 8s પ્રોસેસર ખૂબ જ પાવરફુલ છે. જેમાં તમે નોર્મલ ટાસ્કથી લઈને હેવી ટાસ્ક પણ આરામથી કરી શકો છો. OnePlus CE નો ભાવ અંદાજે 25,000 સુધી હોઈ શકે છે. OnePlus CE માં ડાયમેન્સિટી 8350 પ્રોસેસર મળી શકે છે. જે 8GB RAM અને 256 GB સ્ટોરેજ સાથે આવી શકે છે. કેમેરાની વાત કરીએ તો નોર્ડ CE માં LYT 600 50MP નો મુખ્ય કેમેરો જોવા મળે છે. OnePlus CE ની 5000MAh ની બેટરી હોઈ શકે છે. જે નોર્મલ યુઝર માટે પૂરતી છે.Oneplus નોર્ડ 5 અને One plus CE 8જુલાઈએ લોન્ચ થઈ શકે છે. જોકે, તે સ્પષ્ટ નથી કે ગ્લોબલ માર્કેટ અને ઇન્ડિયન માર્કેટમાં એક જ તારીખે લોન્ચ થશે કે નહીં. આગળ પણ વન પ્લસે તેના X માં પોસ્ટ કરી ને જાણ્યું હતું કે વન પ્લસના 2 સ્માર્ટફોન જુલાઈમાં લોન્ચ થઈ શકે છે. વન પ્લસ એક મિડ રેન્જ ફોન બનાવતી બ્રાન્ડ છે અને જેના લોકપ્રિયતા ખૂબ જ જોવા મળે છે. Oneplus 2 સ્માર્ટફોન સાથે Oneplus buds 4 પણ લોન્ચ થાય છે.

Post a Comment

0 Comments